Tuesday, May 30, 2023
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં બસમાં ખીણમાં ખાબકતાં 13 મુસાફરોના મોત

મહારાષ્ટ્રમાં બસમાં ખીણમાં ખાબકતાં 13 મુસાફરોના મોત

- Advertisement -

મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખાઈમાં પડતાં 13 લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખાડામાં પડી હતી. આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી. બસમાં કુલ 40-45 મુસાફરો હતા. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી ત્યારે જૂના મુંબઈ-પુણે હાઈવે પર શિંગરોબા મંદિર પાસે ખીણમાં પડી ગઈ હતી. બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular