Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરલાલવાડી નાગમતિ ભવન આવાસ યોજનામાં મેઇટેનન્સ સહિતના પ્રશ્ને આવેદનપત્ર પાઠવાયું

લાલવાડી નાગમતિ ભવન આવાસ યોજનામાં મેઇટેનન્સ સહિતના પ્રશ્ને આવેદનપત્ર પાઠવાયું

ફલેટ ભાડે અપાયા હોવાની પણ રહેવાસીઓની ફરિયાદ

જામનગરના લાલવાડી વિસ્તારના નાગમતિ ભવન આવાસ યોજનાના ફલેટ ધારકો દ્વારા મેઇટેનન્સ સહિતના પ્રશ્ર્નોને લઇ જામનગર મહાનગરપાલિકાના મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના નાગમતિ ભવન લાલવાડી આવાસ યોજનામાં સી-વિંગમાં રહેતા 96 જેટલા ફલેટધારકો દ્વારા મેયરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તેમના સી-વિંગમાં 96 પ્લેટ પૈકી 5થી6 ફલેટમાં કેટલાંક સમયથી ભાડુઆતો રહે છે. જે જુનુ મેઇટેનન્સ આપતા નથી. નિયમ અનુસાર સાત વર્ષ સુધી પ્લેટ ભાડે આપી શકાય નહીં. આથી આ અંગે તપાસ કરી આવા ફલેટો રદ્ કરવા માગણી કરાઇ છે. આ ઉપરાંત 20 જેટલા ફલેટો બંધ છે. તેના માલિક દ્વારા પણ મેઇટેનન્સ આપવામાં આવતું ન હતું. તેમજ તેઓ રહેવા પણ આવતાં ન હોય અને વિંગમાં કોઇ કોમન ખર્ચ થાય તેમાં પણ સહકાર આપતા નથી.

આ ઉપરાંત સોસાયટીમાં કોઇપણ જાતનું ઓડિટ કરવામાં આવ્યું નથી અને આવાસના પ્રમુખો અને કમિટી દ્વારા કોઇપણ જાતની પબ્લિક મિટિંગ પણ કરવામાં આવતી નથી. આ ઉપરાંત આ આવાસ યોજનામાં સી-વિંગનું કોમન લાઇટ બીલ રૂા. 1,08,000 ચડત થઇ ગયું છે. આથી આ તમામ સમસ્યાઓ અંગે નિરાકરણ લાવવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular