Saturday, January 17, 2026
Homeરાજ્યખંભાળિયામાં મોબાઈલ ફોન મારફતે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં મોબાઈલ ફોન મારફતે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ખંભાળિયા નજીક ભાણવડના પાટીયા પાસે આવેલી હોટલની બાજુમાંથી સ્થાનિક પોલીસે મોબાઈલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરીને જુગાર રમી રહેલા ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના અશ્ર્વિન સાજણ કરમુર (ઉ.વ. 30), માંઝા ગામના જેસા અરજણ કારીયા અને ભટ્ટગામના હમીર દાવા કારીયા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 10,160 રોકડા તથા રૂા. 5000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15,160 નો મુદામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular