Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકાલાવડમાં રીસામણે ગયેલ યુવતી ગુમ થતા પતિએ સસરા ઉપર હુમલો કર્યો

કાલાવડમાં રીસામણે ગયેલ યુવતી ગુમ થતા પતિએ સસરા ઉપર હુમલો કર્યો

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં રહેતા એક યુવકની પત્ની રીસામણે ગઈ હોય અને ત્યાંથી બે દિવસ પહેલા કોઈને કહ્યા વગર ચાલી જતા તેણીના પતિએ પોતાના સસરાને ગાળો કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડે જમાઈ વિરુધ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં રહેતા ધનાભાઈ વિશાભાઈ ટારીયાની દીકરી સોનલબેન પતિ સાથે મનદુઃખ થતા રીસામણે હોય અને ત્યાંથી જ બે દિવસ પૂર્વે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. આ અંગે તેના પતિ જીવણભાઈ ભલાભાઈ મેવાડાને જાણ થતા તેને એમ કે પોતાની પત્નીને ધનાભાઈએ જ બીજે ક્યાંક મોકલી દીધી છે. આ બાબતનો ખાર રાખી જીવણભાઈએ પોતાના સસરાને ગાળો કાઢી લોખંડના પાઈપ વડે પગમાં ગોઠણના નીચેના ભાગે તેમજ ખભામાં અને વાસાના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ધનાભાઈએ કાલાવડ પોલીસ દફતરમાં આઈપીસી કલમ 325,323,504,506(2) તથા જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular