લાલપુર તાલુકાના જસાપર ગામમાં રહેતાં પોતાની વાડીએ દવા છાંટતા હોય દવાની અસર થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના જસાપર ગામમાં રહેતા વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.35) નામના યુવાન તેની વાડીમાં દવા છાંટતા હતા તે દરમ્યાન તેમને દવાની અસર થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિતેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.