જામનગર શહેરના અંધાશ્રમ આવાસ સામેના વિસ્તારમાં રહેતાં યુવાન અને તેના પિતા ઉપર સામુ જોવાની બાબતે ત્રણ શખ્સોએ ઘરે આવીને લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ સામે હનુમાન ચોક વિસ્તારમાં રહેતો દિવ્યરાજસિંહ જાડેજા નામનો યુવાન બુધવારે રાત્રિના સમયે ચેમ્બર કોલોની બ્રીજ પાસે ગરબી જોવા ગયો હતો ત્યારે વિજય અને અજીત નામના બે શખ્સોએ સામુ કેમ જુએ છે ? તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ દિવ્યરાજસિંહ ઘરે આવી ગયો હતો અને તેની પાછળ વિજય યાદવ, અજીત અને જીતુ નામના ત્રણ શખ્સોએ દિવ્યરાજસિંહને ઘર પાસે આંતરીને લોખંડના પાઈપ વડે અને લાકડી વડે હુમલો કરતા તેના પિતા રણજીતસિંહ પુત્રને છોડવવા વચ્ચે પડતા હુમલાખોરોએ િ5તા ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલા યુવાનના બહેન તેજલબાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.