Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ઘટયું

જામનગરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ઘટયું

જામનગરમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી : શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા

- Advertisement -

જામનગર શહેરમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બે દિવસમાં 3.5 ડિગ્રી તાપમાન ઘટતાં વ્હેલી સવારે તથા મોડીસાંજે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. શનિવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયા બાદ આજે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનોએ ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર પુરા થતાં 24 કલાક દરમિયાન શહેરમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 29.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા નોંધાયું હતું.

લઘુત્તમ તાપમાનનો પાર પોણા ત્રણ ડિગ્રી જેટલો ગગડી જતાં મોડીરાત્રે તથા વ્હેલી સવારે લોકોએ ઠંડીનો સામનો કર્યો હતો. ખાસ કરીને વ્હેલી સવારે શાળાએ જતાં બાળકો તેમજ નોકરીયાત વર્ગ ગરમ કપડામાં લપેટાયેલો જોવા મળ્યો હતો. તો બીજીતરફ રાત્રીના સમયે પણ ઠંડીનું સામ્રાજ્ય જોવા મળતાં માર્ગો પર ચહલ-પહલ ઘટવા પામી હતી. ગઇકાલે રવિવારે રજાનો દિવસ હોય, લોકો ફરવા જતી વખતે પણ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળતાં હતાં. ઠંડીનું પ્રમાણ વધવાની સાથે ચા-કોફી તેમજ શૂપ અને કાવી સહિતની ગરમ ખાણીપીણી તરફ લોકોનો પ્રવાહ વધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular