ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ.100 થયો છે. આજેજામનગરમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા પેટ્રોલના ભાવ રૂ.100 છે. અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. જામનગરમાં પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે.
જામનગરમાં આજે પેટ્રોલમાં 80 પૈસા વધતા પ્રતિ લીટર પેટ્રોના રૂ.100.64 થયા છે. ત્યારે ડીઝલમાં 82 પૈસાનો વધારો થતા ડીઝલના રૂ.94.64 થયા છે. અગાઉ દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ.100ની સપાટી વટાવી ગયા હતા. ત્યારે છેલ્લા સપ્તાહથી સતત વધી રહેલા ઇંધણના ભાવ વધારાના પરિણામે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતના દરેક જિલ્લા, તાલુકામાં ભાવ વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધાતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઇંધણ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં પાંચથી 95 ટકાનો જંગી વધારો થયો છે. ખાદ્યતેલ, શાકભાજી અને કરિયાણા સહિતના ચીજ વસ્તુઓના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. સરકારી તેલ કંપનીઓએ આજે દેશના તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.