જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે જામનગરના પત્રકાર જગતના તમામ સભ્યોએ ગઈકાલે રાત્રે પોતાના પરિવારજનો સાથે મેળાની રંગત માણી હતી, અને વિવિધ મનોરંજન ની રાઇડ્સ નો આનંદ મેળવ્યો હતો, અને નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ રોમાંચિત થયા હતા.
જામનગરના પત્રકાર મંડળના પ્રમુખ હિરેન ત્રિવેદી, મહામંત્રી કિંજલ કારસારીયા તેમજ અન્ય હોદ્દેદારો ગુણવંત જોશી ભરતભાઈ રાવલ, પરેશભાઈ સારડા, પરેશભાઈ ફલિયા, દિપક ઠુંમર ઉપરાંત પ્રવીણભાઈ ત્રિવેદી, નેમીષભાઈ મહેતા, દિવ્યેશભાઈ વાયડા, રમેશભાઈ ભટ્ટી, જયેશ ધોળકિયા, હશિત પોપટ, અનિલ ગોહિલ, નિર્મલ કારિયા ઈસ્માઈલ શેખ, રાકેશ ચુડાસમા રાજુ હિન્દુજા, કલ્પેશ રાવલ, હિતેશ મકવાણા, મહાવીરસિંહ પરમાર, અક્ષય ગોંડલીયા સહિતના અન્ય પત્રકારો ફોટો જર્નલિસ્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, વેબ પોર્ટલ, સાપ્તાહિક અખબાર સાથે જોડાયેલા અનેક પત્રકારો, પત્રકાર મંડળના કારોબારીના સભ્યો વગેરે તેમના પરિવારજનો સાથે શ્રાવણિ મેળાનો લુપ્ત ઉઠાવ્યો હતો.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રાવણી મેળા માં આયોજકો સબીરભાઈ અખાણી નિલેશ મંગે તથા તેમની સમગ્ર ટીમ દ્વારા પત્રકાર મંડળના તમામ સભ્યો અને તેમના પરિવારજનોને જુદી જુદી રાઇડ્સમાં મનોરંજન કરાવ્યું હતું. પત્રકાર જગતના સભ્યો કે જેઓ સમાચારની દુનિયામાં અતિ વ્યસ્તતા અનુભવે છે, ત્યારે પોતાના પરિવાર સાથે સમય કાઢીને શ્રાવણી મેળાની રંગત માણવા માટે જોડાયા હતા, અને મેળાના આયોજકો નો ઉત્સાહ વધાર્યો હતો.