જામનગર શહેરમાં પોલીસે જૂગારના બે દરોડામાં 10 શખ્સોને ઝડપી લઇ તેની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. વનરાજ ખવડ અને પો.કો. મહાવીરસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઇ જે.વી. ચૌધરી, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વીરસીંગ મહાવીરસીંગ રાજપૂત, વીરસીંગ હરીરામ કુશ્વાહ, વિવેક જયપ્રકાશ કુશ્વાહ, દિલીપ શ્રીભાગવનદાસ કુશ્વાહ, રાહુલ શેરસીંગ કુશ્વાહ, સંદિપ નરેશ કુશ્વાહ નામના છ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.10,470 ની રોકડ રકમ અને રૂા.35000 ની કિંમતનું બાઇક મળી કુલ રૂા.45,470 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ભારતીય ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા દિલીપ પોપટ કારાવદરા, હિતેશ ભનભાઈ કારાવદરા, શંકર ઉર્ફે માવલો હરી ગોહિલ, મુકેશ વાલજી પરમાર નામના ચાર શખ્સોને રૂા.6260 ની રોકડ રકમ સાથે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતાં.