Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર‘જામ્યુકોને આવી હિમ્મત’ : જામનગરમાં દોઢ વર્ષમાં પહેલીવાર ઢોરમાલિક સામે નોંધાઈ કોઇ...

‘જામ્યુકોને આવી હિમ્મત’ : જામનગરમાં દોઢ વર્ષમાં પહેલીવાર ઢોરમાલિક સામે નોંધાઈ કોઇ ફરિયાદ

રણજીતસાગર ઢોરના ડબ્બામાંથી ઢોર છોડાવવાનો પ્રયાસ કરી રહેલા બે શખ્સો સામે ફોજદારી

- Advertisement -

જામનગર શહેરમાં રઝડતા ઢોર મામલે આળશ ખંખેરીને બેઠા થયેલા જામ્યુકોના તંત્રએ આખરે દોઢ વર્ષે ઢોર માલિક સામે કોઇ એફઆરઆઈ નોંધાવી છે. રણજીતસાગર પાસે આવેલા ઢોરના ડબ્બામાંથી પોતાના ઢોર છોડાવવાનો પ્રયત્ન કરી રહેલા બે શખ્સો સામે જામ્યુકો દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રઝડતા ઢોર અંગે લાપરવાહ રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામે હાઈકોર્ટે સખ્ત વલણ અખત્યાર કરતાં તેમજ મીડિયાએ પણ પસ્તાળ પાડતા જામનગર મહાપાલિકા સહિતના તંત્રો રાતોરાત હરકતમાં આવ્યા છે. જામ્યુકોના તંત્રએ પણ શુક્રવારે રઝડતા ઢોરના માલિકો સામે એફઆઈઆર કરવાની સત્તા ત્રણ કર્મચારીઓને આપવામાં આવ્યા બાદ રણજીતસાગર પાસે આવેલા ઢોરના ડબ્બામાં પકડીને રાખવામાં આવેલા ઢોરને જબરજસ્તી છોડાવવાનો પ્રયત્ન કરતા બે ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છેલ્લાં દોઢ વર્ષમાં ફોજદારી ફરિયાદની અનેક વખત ચેતવણી આપવામાં આવતી હતી. પરંતુ, ફરિયાદ એક પણ નોંધાવવામાં આવી ન હતી. દરમિયાન કમિશનરની સૂચનાથી શહેરમાં ઢોરનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ ઢોર માલિકોન સામે સખ્ત કાર્યવાહી કરવા છૂટો દૌર આપવામાં આવ્યા બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular