Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જુદા-જુદા ચાર જૂગાર દરોડામાં 23 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં જુદા-જુદા ચાર જૂગાર દરોડામાં 23 શખ્સો ઝડપાયા

રામેશ્વરનગરમાંથી તીનપતિ રમતા આઠ શખ્સો ઝબ્બે : એમ.પી.શાહ ઉદ્યોગનગરમાંથી જૂગાર રમતા છ શખ્સો ઝડપાયા: મેઘપરમાંથી રોનપોલીસ રમતા સાત શખ્સો ઝબ્બે : વસઈમાંથી તીનપતિ રમતા બે શખ્સ ઝડપાયા, ત્રણ નાશી ગયા

- Advertisement -

જામનગરના રામેશ્વરનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.27300 ની રોકડ સાથે તેમજ એમ.પી. શાહ ઉદ્યોગનગરમાંથી છ શખ્સોને રૂા.14350 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મેઘપર ગામમાં દરોડા દરમિયાન સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11070 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. વસઈ ગામમાં જાહેરમાં તીનપતિ રમતા બે શખ્સોને ઝડપી લઇ નાશી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી.

પ્રથમ દરોડો, જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા મધુરમ સોસયાટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા વિપુલ ભરત ચૌહાણ, વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુ અજીતસિંહ જેઠવા, હેમાંશુ જીતેન્દ્ર પરમાર, શકિતદાન ભીખુભા બોક્ષા, યુવરાજસિંહ ઉર્ફે ઘોઘો દશરથસિંહ રાઠોડ, કુલદીપસિંહ જગદીશસિંહ ગોહેલ, સુરુભા મદારસંગ વાઢેર, અરજણ મેરા ડુવા નામના આઠ શખ્સોને રૂા.27300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના એમ પી શાહ ઉદ્યોગનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રાજેશ રવજી જાદવ, રવિરાજસિંહ રણજીતસિંહ કંચવા, તખુભા ઉર્ફે બાબુ માનસંગજી જાડેજા, નરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા, હરીશ કાલીદાસ સોમૈયા, અતુલ ચંદુ રાઠોડ નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા પીયુષ મંગા રાઠોડ, કાના ઉર્ફે કિરીટ પાલા ચાવડા, મનસુખ રાજા બથવાર, પ્રતાપ કરશન ચાવડા, ગોપાલ મુળુ ચાવડા, વિશાલ અરજણ જગતીયા, રાણા બુધા ચાવડા નામના સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11070 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, જામનગર તાલુકાના વસઈ ગામમાં જાહેરમાં તીનપતિ રમતા નટુભા ગાગજીભા જાડેજા, કપિલ ઉર્ફે ગોપલી હસમુખ ચૌહાણ નામના બે શખ્સોને રૂા.1100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ નાશી ગયેલા રઘુ ઉર્ફે રઘો રબારી, હકો કારા ચૌહાણ, ઈરફાન હસન રૂંઝા નામના ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular