Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં 15 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં 15 શખ્સ ઝડપાયા

દરેડમાંથી તીનપતિ રમતા સાત શખ્સો રૂા.11,190 ની રોકડ સાથે ઝબ્બે : ભીમવાસ-1 માંથી કાટ-છાપનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા: દરેડમાંથી તીનપતિ રમતા છ શખ્સો ઝબ્બે

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,190 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાંથી સીક્કા ઉછાળી કાટ-છાપનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.10,273 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા ચાર શખ્સોની શોધખોળ આરંભી હતી. જામનગર તાલુકાના દરેડ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.6360 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેર રોડ પર તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ધરમ લાખન વાસુદેવ, શિવ ગીરજા સરોજ, તીલક જગદીશ યાદવ, દુર્ગેશ હરીદાસ યાદવ, રમેશકુમાર રામપ્રવેશ યાદવ, રામેશ્ર્વર બલપન યાદવ, રાજેશ જગદીશ યાદવ સહિતના સાત શખ્સોને રૂા.11190 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ બીજો દરોડો જામનગર શહેરના ભીમવાસ-3 મા સીક્કા ઉછાળી કાટ-છાપનો જૂગાર રમતા બાલકૃષ્ણ મોહન પારઘી, દિપક કાનજી સાગઠીયા નામના બે શખ્સોને રૂા.10273 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે રવિ ઉર્ફે ડાગલો ચૌહાણ, દેવજી ભીમજી વાઘેલા, પેડી વાઘેલા અને દિપક પિંડારી નામના શખ્સો રેઈડ પૂર્વે નાશી જવામાં સફળ થવાથી પોલીસે તમામ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રામગોપાલ મોહન રેકવા, મહેશ નટુલા રજાકા, સુદામા સુકકી બરમન, દિપક કપુરચંદ, બ્રિજેશ અમાન યાદવ, દિપકકુમાર મહેશ મહેતા નામના છ શખ્સોને રૂા.6360 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular