Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં નરાધમ પુત્ર દ્વારા પિતાની હત્યાના પ્રયાસથી અરેરાટી

જામનગર શહેરમાં નરાધમ પુત્ર દ્વારા પિતાની હત્યાના પ્રયાસથી અરેરાટી

ખેતીવાડી વિસ્તારમાં બુધવારે બપોરના છરીના ઘા ઝીંકયા : જીવલેણ હુમલા બાદ પુત્ર ફરાર : પોલીસ દ્વારા પુત્ર વિરૂધ્ધ પિતાની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ

જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં રહેતાં યુવાન પિતા ઉપર તેના જ પુત્રએ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે પુત્ર સામે ફરિયાદ નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -

હિચકારા હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખેતીવાડી વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા ઓમપ્રકાશ કિશોરભાઈ કોળી (ઉ.વ.40) નામના યુવાન ઉપર બુધવારે બપોરના સમયે દિગ્જામ સર્કલ પાસેના જોગણીનગરમાં હતાં ત્યારે તેના નરાધમ પુત્ર રવિ કોળી નામના શખ્સે પિતા ઉપર આડેધડ છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા ઓમપ્રકાશભાઈને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આ બનાવની શાંતાબેન દ્વારા જાણ કરવામાં આવતા પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ પુત્ર રવિ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે આ બનાવમાં પુત્રએ કયા કારણોસર પિતાની હત્યાનો પ્રયાસ કર્યો ? તે વિગતો મેળવવા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular