Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 13 સ્થળોએ જૂગાર દરોડામાં 79 શખ્સ ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં 13 સ્થળોએ જૂગાર દરોડામાં 79 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા પોલીસે આઠ શખ્સોને રૂા.1.06 લાખના મુદ્દામાલ સાથે અને લાલપુરના ગજણા ગામમાંથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.16450 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી ત્રણ શખ્સોને રૂા.16200 ની રોકડ અને ગંજીપના તથા ધ્રોલના દેડકદડમાંથી જૂગાર રમતા 10 શખ્સોને રૂા.13760 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુરના રીંજપરમાંથી જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.13620 ની રોકડ સાથે અને લાલપુરમાંથી પાંચ શખ્સોને રૂા.13090 ની રોકડ સાથે તથા જામજોધપુરના મોટી ગોપમાંથી છ શખ્સોને રૂા.6450 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -


જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના ગોકુલનગરમાં વૃજધામ શેરી નં.4 માં આવેલા રમેશ પરમારના મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા રમેશ શામજી પરમાર, હરદેવસિંહ ગુલાબસિંહ વાળા, કપિલ કરશન ભાટુ, મનસુખ ઠાકરશી પિત્રોડા, પ્રદિપ હીમંત ગોસાઈ, અશ્ર્વિન અમૃતલાલ પિત્રોડા, કનુ ડાયા પરમાર, ચેતન મનસુખ પિત્રોડા નામના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.41160 ની રોકડ રકમ સાથે રૂા.15500 ના આઠ મોબાઇલ તથા રૂા.50 હજારની કિંમતની બે બાઈક મળી કુલ રૂા.1,06,660 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, લાલપુર તાલુકાના ગજણા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પરેશ નટુ ગોંડલિયા, અશોક દેવરાજ દેડકિયા, મેહુલ અશ્ર્વિન અપારનાથી, કાળુ આશા હાથીયા, સંજય ભુપત મેઘનાથી, હસમુખ વશરામ ગોસાઈ નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તાર ગોપાલ સોસાયટીમાં ટાવર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મેરામણ કાના બોદર, દેવશી રણમલ ગોજિયા, હેમત લખમણ નંદાણિયા નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં જાહેર માર્ગ પર તીનપતિનો જૂગાર રમતા હર્ષદસિંહ બહાદુસિંહ જાડેજા, વનરાજસિંહ ચંદુભા જાડેજા, વિક્રમસિંહ સાવજુભા જાડેજા, કિશોર બચુ ઝીંઝવાડિયા, મહિપતસિંહ બળવંતસિંહ જાડેજા, વનરાજસિંહ સાવજુભા જાડેજા, જયપાલસિંહ મહીપતસિંહ જાડેજા, ભૂપતસિંહ ઉર્ફે બકુલસિંહ પ્રવિણસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ બળવંતસિંહ જાડેજા, રણજીતસિંહ કનુભા જાડેજા નામના 10 શખ્સોને રૂા.11760 ની રોકડ રકમ અને રૂા.2000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.13760 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, લાલપુર તાલુકાના રીંઝપર ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હેમત વજશી બેલા, પીઠા રાજશી વસરા, ગોવિંદ ભુરા વસરા નામના ત્રણ શખ્સોને રૂા.13620 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જ્યારે હિતેશ નગા બૈયડાવદરા નામનો શખ્સ નાશી ગયો હતો.

છઠો દરોડો, લાલપુરમાં ઢાંઢર નદીના સામા કાંઠે આવેલ વિસ્તારમાંથી જૂગાર રમતા જમાલ ઈબ્રાહિમ ચાણકય, રમેશ રણછોડ મકવાણા, મહેશ બાલા રાઠોડ, જમીરખાન બીલાલખાન જરવા, કરણ મુકેશ પરમાર નામના પાંચ શખ્સોને રૂા.13090 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં બાવળની ઝાળીઓમાં જૂગાર રમતા ભરત બોદા મુંધવા, મુમા હિરા વકાતર, કાના બોદા મુંધવા, મનસુખ ખીમા મુંધવા, કમલેશ ડાયા કારેણા, કરણા જેઠા ગમારા સહિના છ શખ્સ્ોને રૂા.6450 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતાં. દરોડા દરમિયાન નીતિન નારણ કારેણા નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

આઠમો દરોડો, જામનગર શહેરના મહાલક્ષ્મીચોક પાસે જાહેરમાં તીનપતિ રમતા મહેશ અનંતરાય ભુત, ચંદ્રેશ અનિલ ઉદાણી નામના બે શખ્સોને રૂા.6350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જામનગર શહેરમાં નાગેશ્ર્વર કોલોની શેરી નં.2 માં નદીના કાંઠા પાસે જૂગાર રમતા જયદિપ ધીરુ પરમાર, નિલેશ દેવજી બારિયા નામના બે શખ્સોને રૂા.1800 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ રેઈડ પૂર્વે નાશી ગયેલા વિશાલ ધીરુ ડોણાસીયા, સુનિલ ઉર્ફે બાલુ રાજુ બાંભણિયા, ભાવેશ ઉર્ફે પીલુ કાળુ ચૌહાણ, કરણ રાજુ બારિયા, મનસુખ ઉર્ફે બલર ઢાપા, મનો ઉર્ફે ખોખરો દોણાસીયા, રાકેશ સવજી દોણાસીયા, મનોજ ઉર્ફે કારીયો રાજુ બાંભણિયા સહિતના 10 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દશમો દરોડો, લાલપુરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અસ્લમા અલારખા ખફી, સબીર ઈસ્માઇલ ડોડેપોત્રા, જાવીદ હબીબ ખુરેશી, કરેમશાહ નુરસા સામદાર, મોસીન અલારખા અખાણી નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અગિયારમો દરોડો, લાલપુરમાં ખાયડીવાડી વિસ્તારમાંથી જૂગાર રમતા પ્રશાંત હરીલાલ ગડારા, સુરેશકુમાર સીંગ મુનસીંગ, રાકેશ કુમાર રામચંદ, કરશન ધના ગોજીયા નામના ચાર શખ્સોને રૂા.10170 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

બારમો દરોડો, લાલપુર તાલુકાના સીંગચ ગામમાં જાહેરમાં જૂગાર રમતા વિજય છગન રાઠોડ, સંજય કરશન રાઠોડ, ખોડુ સામજી રાઠોડ, ભાવેશ ચના રાઠોડ, વિનોદ હંસરાજ રાઠોડ, સુભાષ ગોવિંદ રાઠોડ, દિનેશ ચના રાઠોડ, લક્ષ્મણ ગોરધન રાઠોડ, યોગેશ છગન રાઠોડ, કેતન સુભાષ રાઠોડ, રવિન્દ્ર હેમંત રાઠોડ નામના 11 શખ્સોને પોલસીે રેઈડ દરમિયાન રૂા.11200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

તેરમો દરોડો, લાલપુર તાલુકાના સીંગચ ગામમાંથી જૂગાર રમતા જાદા દેવશી રાઠોડ, સંજય રામજી રાઠોડ, મનસુખ રાજા રાઠોડ, રાહુલ રમેશ રાઠોડ, ભગવાન હીરા રાઠોડ, દિપક ભગવાન રાઠોડ સહિતના છ શખ્સોને રૂા.10320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular