જામનગર શહેરના ગોકુલનગરમાંથી પોલીસે સાત શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.36,200 ની રોકડ કબ્જે કરી હતી. જામનગરના સોનલનગર વિસ્તારમાંથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.18,004 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-3માંથી રૂા. 14,050 ની રોકડ સાથે આઠ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના અલિયા ગામમાંથી પાંચ શખ્સોને રૂા.11,170 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના અશોક સમ્રાટનગરમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ સાયોના શેરીમાં ગંજીપનાનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભુરેસિંહ જગદીશસિંહ કુશવાહ, વિપીન સીપાહીલાલ કુશવાહ, અખલેશસિંહ સોવરનસિંહ કુશવાહ, નિરજ ગીરેન્દ્ર કુશવાહ, સત્યપ્રકાશ રામઅવતાર કુશવાહ, રાજેશ ઉદલસિંહ કુશવાહ અને ઓમનારાયણ સેવારામ કુશવાહ નામના સાત શખ્સોને રૂા.36,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બીજો દરોડો, જામનગર શહેરમાં સોનલનગર પાછળ પાટા પાસેના વિસ્તારમાં કાટ છાપનો જૂગાર રમતા રાજુ લખમણ રાડા, સબીર કરીમ પીંજારા, આશિષ રામા ગરચળ, ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળા, રવિ ઠાકરશી અજાણી, બેચર ગોવિંદ ધવલ નામના છ શખ્સોને રૂા.18004 ની રોકડ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં શિવ સર્કલ નજીક રોનપોલીસનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન અનલીકુમાર પ્રભુદયાલ જાટવ, નરેશ આરામસીંગ કુસ્વા, કરનસીંગ મીરચાયસીંગ જાટવ, નિલેશ સહદેવ ઝરબડે, સચિન લલ્લુરામ જાટવ, સંતદેવલ સુબેરદાર કુસ્વાહ, સંતોષકુમાર લક્ષ્મણરામ કનોજીયા અને રાહુ તુલસીરામ મિશ્રા નામના આઠ શખ્સોને ઝડપી લઇ રૂા. 14,050 ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના અલિયા ગામમાં જમાતખાતાની બાજુમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન કાસમ મામદ લાખા, મનસુખ વ્રજલાલ નીમાવત, રજાક મામદ શેખ, ભાસ્કર કેશુ બુધ્ધદેવ, ભીખુ દેશુર બરબચીયા નામના પાંચ શખ્સોને રૂા.11,170 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરના અશોક સમ્રાટનગરમાં જૂગાર રમતા અજય અજાબરાવ જાદવ, શનિ રાજેશ મકવાણા, સંજય જગદીશ ડેર અને શાહરુખ સલીમ આરબ નામના ચાર શખ્સોને રૂા.2210 ની રોકડ અને ગંજીપના સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.