જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગરના શહેરના નવાગામ ઘેડમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રૂપેશ ઉર્ફે સાગર ભગવાનજી ધોરીયા, ભાવેશ હંસરાજ સદાદીયા, ભાવેશ દેવશી લોલાડિયા, લક્ષ્મણ રવજી રાઠોડ, રમેશ તુલસી ગોહિલ નામના પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.20,300 ની રોકડ રકમ અને અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામજોધપુર નજીક આવેલા નેહળાધારના વાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા શાંતિલાલ ભીમજી પાચાણી, કિશોર લાલજી ડેડાણિયા, નરેન્દ્ર નારણ ચાગેશા, કરશન મુંજા કેશવાલા, અશોક ગોપાલ જાવીયા, દિપક છગન વેગડ નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16240 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના મસીતિયા ગામમાંથી તીનપીતનો જુગાર રમતા રસીક બચુ ચાંગાણી, રાજકુમાર રામબહાદુર કુર્મી, સાકીર શમીરશાહ શાહ, રતનકુમાર કૈલાશ ચૌહાણ, છોટનકુમાર સામાનંદદાસ, ઉત્તમ લક્ષ્મી ચૌહાણ અને પ્રદિપ રઘુવીર ચૌહાણ નામના સાત શખ્સોને રૂા.10,460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, ધ્રોલ ગામમાં ગાયત્રીનગર વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન હનિફ કરીમ મકવાણા અને ઝાહીદ ઉર્ફે જાવુ અબુ કમોરા નામના બે શખ્સોને પોલીસે રૂા.1290 ની રોકડ અને વર્લીના સાહિત્ય તેમજ રૂા.4500 ના બે મોબાઇલ મળી કુલ રૂા.5790 ના મુદ્દામાલ સાથે પકડી પાડી નાશી ગયેલા નરેશ ઉર્ફે છોટુ ચાવડાની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.