Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વૃધ્ધ વેપારીના ઝેરી દવા પી આપઘાતથી અરેરાટી

જામનગર શહેરમાં વૃધ્ધ વેપારીના ઝેરી દવા પી આપઘાતથી અરેરાટી

અગમ્યકારણોસર ઘરે દવા ગટગટાવી : બેશુધ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલ ખસેડાયા : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના ન્યુ પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં વૃધ્ધ વેપારીએ અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ન્યુ પટેલ કોલોની વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતાં મધુભાઈ મોહનભાઇ ઠકકર (ઉ.વ.80) નામના વેપારી વૃધ્ધે તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વૃધ્ધને બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સોમવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અનિલભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.આર. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular