Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બીમારીથી કંટાળી યુવાને દવા ગટગટાવી

જામનગર શહેરમાં બીમારીથી કંટાળી યુવાને દવા ગટગટાવી

- Advertisement -

જામનગર શહેરમાં પવનચકકી નજીક રહેતાં યુવાને ખેંચ ઉપડવાની અને માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના ચારણતુંગી ગામમાં રહેતાં મહિલાને તેણીના ઘરે પક્ષઘાતનો હુમલો આવતા બેશુદ્ધ થઇ જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પવનચકકી પાસે બાવાવાડમાં રહેતાં સંજય કાંતિલાલ હંજડા (ઉ.વ.40) નામના યુવાનને થોડા સમયથી ખેંચ ઉપડવાની તેમજ માનસિક બીમારી થઈ હતી આ બીમારીઓનું લાગી આવતા રવિવારે સાંજના સમયે જિંદગીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકની પત્ની શિતલબેન દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના ચારણતુંગી ગામમાં રહેતાં રંભીબેન વજશીભાઈ જોગલ (ઉ.વ.45) નામના મહિલા ગત તા.9 જૂનના રોજ રાત્રિના સમયે તેના ઘરે બેઠા હતાં તે દરમિયાન એકાએક ચકકર આવતા પક્ષઘાતનો હુમલો થવાથી બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ મહિલાને સારવાર માટે ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ વજશીભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular