જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ મોટાપીર ચોક વિસ્તારમાં આવેલી ફ્રુટની દુકાને આવેલાં શખ્સે મહિલાને ફડાકામારી ખાનમાંથી રૂા.2000ની રોકડ રકમની લુંટ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે મોટાપીર ચોક વિસ્તારમાં અબ્દુલ રસીદ નામના યુવાનની ફ્રુટની દુકાને યુવાન નમાઝ પઠવા ગયો હતો તે દરમ્યાન નવાજખાન અયુબખાન પઠાણ નામના શખ્સે આવીને દુકાનના થડામાં હાથનાખી રોકડ રકમ કાઢતો હતો તે દરમ્યાન દુકાનનું ધ્યાન રાખી રહેલાં બિલ્કિસબેન દ્વારા શખ્સને અટકાવતાં નવાજખાને મહિલાને ફડાકા મારી થડામાંથી રૂા.2000ની રોકડની લુંટ ચલાવી નાશી ગયો હતો. ત્યારબાદ આ અંગેની દુકાનદાર અબ્દુલ રસીદ દ્વારા જાણ કરતાં પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે નવાજખાન વિરૂધ્ધ લુંટનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.