જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા દલવાડી નગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને રૂા.12,500 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ધરારનગર 2 વિસ્તારમાં જાહેરમાં ચકલી પોપટનો જૂગાર રમતા 11 શખ્સોને રૂા.10,170 ની રોકડ તથા મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા દલવાડી નગર શેરી નં.5 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા વિનુ ધીરજ નિમાવત નામના શખ્સ અને ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોને રૂા.12,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં ચકલી પોપટનો જૂગાર રમતા જાવીદ જમાલ ખુંભીયા ઘંઘા, હીરેનગીરી કાંતીગીરી ગોસાઇ, રાજુ નાથા સોલકી, આશીસ લક્ષ્મણ મારૂ, આમીન સલીમ જોખીયા, ધર્મેંદ્રસિંહ મંગળસિંહ જાડેજા, શાહરૂખ ગફાર સમા, રણજીતસિંહ ભીખુભા જાડેજા, જીતુભા કૌશીકસિંહ જાડેજા, સોયેબ યુસુફ, સાહીલ મકરાણી નામના 11 શખ્સોને રૂા.10170 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.