કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીને તોડવામાં પણ ભાજપને સફળતા મળી છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના 15 જેટલાં સભ્યો અને સંગઠનના પદાધિકારીઓ આજે વિધીવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા.
જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા, દિલીપસિંહ ચુડાસમા, ડૉ. ભંડેરી વગેરેની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ ઝાડું ત્યજીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. આમ આદમી પાર્ટીથી નારાજ એવા 77 વિધાનસભાના સહ સંગઠનમંત્રી ભરતભાઇ કણઝારિયા, પૂર્વ પ્રભારી અનિરૂધ્ધસિંહ ઝાલા, જિલ્લા કિસાન સંગઠન મોરચના પૂર્વ પ્રમુખ સુનિલભાઇ ચીખલીયા, પૂર્વ કારોબારી સભ્ય કેતન કટેશિયા, પૂર્વ સંગઠન મંત્રી ભગવાનજીભાઇ મઘોડિયા, પંકજભાઇ મઘોડિયા, તાલુકા મોરચાના સભ્ય આશિષ મઘોડીયા, રસિકભાઇ ધારવીયા, વિનોદભાઇ કણઝારિયા, પરેશભાઇ ઝીલકા, વીરપાલસિંહ જાડેજા, વાસુદેવ ગુજટ, જયસુખ મઘોડિયા, પ્રફુલ રોલા તથા ઇકબાલભાઇ આજે વિધીવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. જે તમામને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો હતો.