Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તરૂણી સાથે શખ્સ દ્વારા ઘરે લઇ જઇ અડપલા

જામનગરમાં તરૂણી સાથે શખ્સ દ્વારા ઘરે લઇ જઇ અડપલા

ધો.12ની પરીક્ષા આપવાના બદલે શખ્સ સાથે ચાલી ગઈ : પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ: શખ્સના ઘરેથી મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગરની ક્ધયા છાત્રાલયમાં રહીને 12 માં ધોરણમાં અભ્યાસ કરતી તરૂણી ક્ધયા છાત્રાલય થી દરરોજ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે પગપાળા ચાલીને જઈ હતી તે દરમિયાન નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અમીન નામના શખ્સના સંપર્કમાં આવી હતી અને વિદ્યાર્થિનીને પોતાની મોહજાળમાં ફસાવી લીધી હતી. અને આજથી થોડા દિવસો પહેલાં વિદ્યાર્થિનીને બહાર ફરવા માટે લઇ ગયો હતો ત્યાર પછી છાત્રાલયમાં તરૂણી મોડેથી પહોંચતા સંચાલક મંડળ દ્વારા તેણીને તેના માતા-પિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં 12 માં ધોરણની પરીક્ષા ચાલુ થઈ હોવાથી વિદ્યાર્થિની ફરીથી જામનગરમાં તેની પરીક્ષા આપવામાં આવી હતી અને તરૂણીના ફઈબા પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જતાં હતાં.

- Advertisement -

દરમિયાન તા.1 વિદ્યાર્થિનીને સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પાસે મૂકીને ગયા હતાં. દરમિયાન તેણીએ પેપર આપ્યું ન હતું અને બહાર નિકળી ગઈ હતી. જ્યાં અમીન નામના શખ્સ સાથે બહાર ચાલી ગઇ હતી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ફર્યા હતાં. ઉપરાંત નવાગામ ઘેડમાં પોતાના ઘેર પણ તરૂણીને લઇ ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતાં. વિદ્યાર્થિની પરીક્ષા ખંડમાંથી ચાલી ગઈ હોવાથી પરિવારજનોને જાણ થઈ જતાં શોધવા લાગ્યા હતાં અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા તરૂણીની શોધખોળમાં નવાગામ ઘેડ વિસ્તારમાં અમીન નામના શખ્સના ઘરમાં હાજર હોવાનું જાણવા મળતાં પોલીસ ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી અને અમીનને પકડી લીધો હતો અને તેના કબ્જામાંથી તરૂણીને છોડાવી લીધી હતી. તરૂણીના પિતાની ફરિયાદના આધારે પોલીસે અમીન નામના શખ્સ સામે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને અટકાયત કરી લઇ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular