Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 262300 લોકોએ મતદાન કર્યું જે પૈકી NOTA ના 4170 મત પડ્યા

જામનગરમાં 262300 લોકોએ મતદાન કર્યું જે પૈકી NOTA ના 4170 મત પડ્યા

આ વોર્ડમાં સૌથી વધુ 447, સૌથી ઓછા વોર્ડ નં-6માં

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા સહીત 6 મનપાની ચૂંટણીઓના ગઈકાલના રોજ પરિણામ આવી ગયા છે. તમામ મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જયારે જામનગરમાં ભાજપની 50 બેઠકો, કોંગ્રેસની 11 અને બહુજન સમાજવાદી પાર્ટીની 3 બેઠકો આવી છે. જામનગરના 16 વોર્ડ પૈકી કુલ 488996 પૈકી 262300 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી 4170 મતદારોએ નોટાને પસંદ કર્યું છે.

- Advertisement -

જામનગરવાસીઓએ ભાજપને જંગી બહુમતીથી ચૂંટાવ્યુ છે. પરંતુ દરેક વોર્ડમાં એવા મતદારો પણ જોવા મળ્યા કે જેઓએ NOTA (આમાંથી એક પણ નહિ) બટનને દબાવ્યું. જામનગરના 16 વોર્ડ પૈકી સૌથી વધુ NOTA બટન દબાવનાર ઉમેદવારો વોર્ડ નં-1માં છે જેમાં નોટાને 447 મત પડ્યા છે. વોર્ડ 2માં NOTAને 291 મત, વોર્ડ 3માં નોટા દ્રારા થયેલ મતોની સંખ્યા 194, વોર્ડ 4માં નોટાને 229 મત,વોર્ડ 5માં નોટાને 242 મત,વોર્ડ 6માં નોટાને 134 મત મળ્યા છે. જે તમામ વોર્ડ પૈકી સૌથી ઓછા છે. વોર્ડ નં-7માં NOTAને 230 મત, વોર્ડ 8 માં NOTA ને 239, વોર્ડ નં 9માં નોટાને 313 મત પડ્યા છે. જયારે વોર્ડ નં-10માં નોટાને 331, વોર્ડ નં-11માં 295, વોર્ડ નં. 12માં નોટાના ભાગે 213 વોટ,વોર્ડ નં-13માં NOTAને 292 મત, વોર્ડ નં-14માં NOTAના 215 મત, વોર્ડ નં-15માં 272 જ્યારે વોર્ડ નં-16માં નોટાના 233 મત પડ્યા છે.  જે એ સૂચવે છે કે જામનગરના 4170 લોકો ‘ચૂંટણીમાં લડી રહેલાં ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવારને તમે મત આપવા ઇચ્છતા નથી અને લોકતંત્રમાં તમારી ભાગીદારી નોંધાવવા માટે ઇચ્છો છો.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular