જામજોધપુર ગામમાં ખેતલા શેરીમાં આવેલા દરજી પાળામાં રહેતાં વૃદ્ધના ઘર બહાર બનાવેલા પાણીના અને સેપ્ટીના ખાડાની દિવાલ તોડી ચાર શખ્સોએ નુકસાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં દરજી પાળા વિસ્તારમાં રહેતાં ભુરા અલી રાવકરડા નામના વૃદ્ધે તેના નવા બનતા ઘરની બહાર બનાવેલા પાણી ભરવાનો ટાંકો અને સેપ્ટીના ખાડાની દિવાલ તેના જ વિસ્તારમાં રહેતા ઈશા ઓસમાણ રાવકરડા અને ચાર અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ એક સંપ કરી ખાડાની દિવાલો તોડી નાખી અને તેમાં ઉપયોગમાં લેવાના બેલા તથા રેતી નાખી દઇ રૂા.15,000નું નુકસાન પહોંચાડી વૃધ્ધ તથા તેના પરિવારજનોને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.