Sunday, December 22, 2024
Homeરાજ્યજામજોધપુર પંથકમાં મહિલાની છેડતી કરી પોલીસકર્મીએ ફડાકો માર્યો

જામજોધપુર પંથકમાં મહિલાની છેડતી કરી પોલીસકર્મીએ ફડાકો માર્યો

મહિલાની ફરિયાદના આધારે શેઠવડાળાના પોલીસકર્મી સામે ગુનો : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના નરામાણા ગામમાં સાંજના સમયે દવા લઇને સ્કુટરમાં ઘરે જતી મહિલાને પોલીસકર્મીએ હાથ પકડીને અભદ્ર વર્તન કર્યુ હતું અને સમાધાન માટે ઘરે આવીને મહિલાને ફડાકા માર્યાની ફરિયાદથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -

ચકચારી બનાવની વિગત મુજબ જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં ગત તા.23 ના સાંજના આઠેક વાગ્યે ત્રણ સંતાનોની માતા મેડીકલમાંથી દવા લઇને તેણીના ગામ સ્કુટર લઇને જતી હતી. ત્યારે રસ્તામાં નરમાણા-સમાણા ગામ નજીક શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ દીલુભા જાડેજાએ મહિલાને ઉભી રખાવી હતી અને તેણીનો હાથ પકડીને અભદ્ર વાતો કરતાં રોડ પરથી વાહન નિકળતા પોલીસકર્મીએ હાથ મુકી દીધો હતો. બાદમાં તેણી ઘરે પહોંચીને પતિને વાત કરતા પરિવારજનો અને ગામના સરપંચ સહિતના ભેગા થયા હતાં અને પોલીસકર્મીને સમાધાન માટે બોલાવતા તે આવીને થોડીવાર વાતચીત બાદ ઉશ્કેરાઇને મહિલાને ફડાકા મારીને જતો રહ્યો હતો. બાદમાં મહિલાની ફરિયાદ પરથી પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે અને પીએસઆઈ વાય.આર. જોશી એ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular