જામજોધપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી બે વર્ષ દરમિયાન પોલીસે જુદા જુદા 26 ગુનાઓમાંથી કબ્જે કરેલી 8896 બોટલ ઈંગ્લીશ દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ઈન્ચાર્જ એસ.પી. જયવીરસિંહ ઝાલાની સૂચના હેઠળ ગ્રામ્ય ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકી તથા સબ ડીવીઝનલ મેજીસ્ટે્રટ એસ. જે. અશ્વાલ, નશાબંધી અને આબકારી અધિક્ષક એસ.સી.વાળા તથા પીઆઈ વાય.જે.વાઘેલા, એએસઆઇ એચ.એમ. પરમાર, રા.હેડ. પો. હે.કો. ડી.બી. કંચવા, પોલીસ હેડ કોન્સ. વી. પી. જાડેજા તથા પો.કો. મેઘરાજસિંહ જાડેજા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, પો.કો. ભગીરથસિંહ જાડેજા, પો.કો.કૌશિકભાઈ કાંબરીયા, પો.કો. વલ્લભભાઈ ભાટુ, પો.કો. કૃણાલભાઇ હાલા, પો.કો. જીતેશભાઇ વસરા, ડ્રા.પો. લાલજીભાઇ ગુજરાતી, મહિલા લોકરક્ષક દળ મીરાલીબેન બેરા સહિતના સ્ટાફે પાટણ રોડ પર આવેલી ગૌશાળા નજીક ખરાબાની જમીન પર રૂા.14,65,090 ની કિંમતની 8896 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દીધું હતું.