Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં સવા બે ટકાના વધારા સાથે 3377 નવા કેસ નોંધાયા

ભારતમાં સવા બે ટકાના વધારા સાથે 3377 નવા કેસ નોંધાયા

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 3377 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા 2.2 ટકા વધુ છે. આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ 30 લાખ 72 હજાર 176 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 60 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ પ લાખ 23 હજાર 753 લોકોના મોત થયા છે.

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 17 હજારને વટાવી ગઈ છે. હાલમાં, દેશભરમાં 17,801 સક્રિય કેસ નોંધાયા છે. સક્રિય કેસ કુલ ચેપના 0.04 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2,496 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 2પ લાખ, 30 હજાર, 622 લોકોએ આ મહામારીને માત આપી છે. દેશમાં દૈનેક હકારાત્મકતા દર હવે વધીને 0.71 ટકા થઈ ગયો છે. સાપ્તાહિક સકારાત્મકતા દર પણ વધીને 0.63 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 83.69 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 4,73,635 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 188.65 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં લોકોને રસીના કુલ 22,80,743 ડોઝ આપવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular