જામનગર શહેરના ગુલાબનગર રાધે-ક્રિષ્ના પાર્કમાં રહેતા વેપારી યુવાને અગમ્યકારણોસર તેના ઘરે રૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલા રાધે-ક્રિષ્ના પાર્ક શેરી નં.1 અને પ્લોટ નં.10/બી માં રહેતાં અને વેપાર કરતા જગદીશભાઇ રણછોડદભાઈ પરમાર (ઉ.વ.35) નામના યુવાને બુધવારે સાંજના સમયે તેના ઘરે બેડરૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની પત્ની લતાબેન પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વેપારી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ આરંભી હતી.