Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં ચાર જૂગાર દરોડામાં 13 મહિલા સહિત 33 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં ચાર જૂગાર દરોડામાં 13 મહિલા સહિત 33 શખ્સો ઝડપાયા

નવાગામ ઘેડમાંથી જૂગાર રમતા 10 શખસોને રૂા.1,65,500 ના મુદ્દામાલ સાથે દબોચ્યા : એક શખ્સ નાશી ગયો : બાલમુકુંદનગરમાંથી સાત શખ્સો ઝબ્બે : ભોળેશ્ર્વર સોસાયટીમાંથી 13 મહિલાઓ જૂગાર રમતી ઝડપાઇ : ગોરધનપરમાંથી ત્રણ શખ્સોની રૂા.5340 ના મુદ્દામાલ સાથે ધરપકડ

જામનગર શહેરના નવાગામમાં પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા 10 શખ્સોને રૂા.1,65,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલ શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના બાલમુકુંદનગર વિસ્તારમાંથી પોલીસે દરોડા દરમિયાન સાત શખ્સોને રૂા.85,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ભોળેશ્ર્વર સોસાયટીમાંથી 13 મહિલાઓને જૂગાર રમતા રૂા.51,600ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.5340 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડમાં હનુમાન ચોક વિસ્તારમાં કિશોર વશરામ મકવાણા નામનો શખ્સ પોતાના ઘરે તેના મિત્ર કિશોર મકવાણા સાથે મળી ઘોડીપાસાનો જૂગાર રમાડતો હોવાની એલસીબીના હરદીપ ધાંધલ અને યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે એલસીબીના પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે દરોડા દરમિયાન હિતેશ અશોક શીંગાળા, સચિન કિશોર કંટાળિયા, અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર, અશોક શરદ શીંગાળા, રોહિત વિશાલ ઉર્ફે સદામ શીંગાળા, પાર્થ ભરત રાઠોડ, રમેશ ગોવુભા ચાવડા, હિતેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા, તુષાર ચુનીલાલ ફીસડિયા, લખમણ ઉર્ફે લખન રામ ચાવડા નામના 10 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,65,500 ની રોકડ રકમ તથા ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન મકાન માલિક કિશોર નાશી ગયો હોવાથી પોલીસે તેની વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બીજો દરોડો, જામનગરના બાલમુકુંદનગર વિસ્તારમાં ધીરુ કાનજી પાણખાણિયા પોતાના મકાનમાં માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન ધીરુ કાનજી પાણખાણિયા, નિલેશ કુરજી લાડવા, શૈલેષ મનજી ધોકિયા, દિલીપ ખીમજી ધોકિયા, મહેશ મોહન ધોકિયા, ધનજી માંડણ ગોહેલ, નરેન્દ્ર ભીખુ ધોકિયા સહિતના સાત શખ્સોને રૂા.31,350 ની રોકડ રકમ, રૂા.14 હજારની કિંમતના પાંચ મોબાઇલ તથા રૂા.40 હજારની કિંમતની બે બાઈક અને ગંજીપના મળી કુલ રૂા.85,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ભોળેશ્ર્વર સોસાયટી વિસ્તારમાં પોલીસે દરોડા દરમિયાન જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતી 13 મહિલાઓને રૂા.51,600 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં જાહેરમાં જૂગાર રમતા કિશોર હિરા ગોહિલ, ચંદુ ગોરધન સોલંકી, અશોક છગન મકવાણા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.5,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular