Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે પોલીસ તંત્ર સજ્જ, 15 મીલીટરી કંપની ઉતારાઈ

દ્વારકા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે પોલીસ તંત્ર સજ્જ, 15 મીલીટરી કંપની ઉતારાઈ

- Advertisement -

દ્વારકા જિલ્લામાં આવતીકાલે ગુરૂવારે વિધાનસભાની ચૂંટણી સંદર્ભેનું મતદાન શાંતિપૂર્ણ થાય અને લોકોને નિર્ભીક રીતે મતદાન કરી શકે તેમજ કોઈપણ પ્રકારના ભય વગર મતદાન થાય તે હેતુથી દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સમીર સારડા તેમજ એમ.એન. પરમાર સાથે જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ સાથે હોમગાર્ડ એલ.આર.ડી. અને જી.આર.ડી.ના જવાનોને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.આવતીકાલની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં થશે. જ્યારે બીજો રાઉન્ડ આગામી તારીખ 5 ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 મીલીટરી કંપનીઓ ફાળવવામાં આવી છે. જેમાં એસઆરપી, સીઆરપી તથા એસએલપી જેવી પેરામિલેટરી ફોર્સના મોટી સંખ્યામાં જવાનો હથિયારો સાથે જોડાશે. જેને જિલ્લાના જુદા જુદા બુથ ઉપર ફરજ સોંપવામાં આવી છે.

- Advertisement -

આજે બુધવારે અલગ અલગ મતદાન બુથો પર પોલિંગ સ્ટાફના જવાનો સાથે મિલિટરી તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે સવારથી મતદાન શરૂ થઈ ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular