દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારીઓએ શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવારે જુગારની મોજ માણતા પોલીસે કરેલી કાર્યવાહીમાં 12 સ્થળોએથી કુલ પાંચ મહિલાઓ સહીત 66 પતાપ્રેમીઓને પકડી પાડયા હતા.
ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે મોડી રાત્રિના સમયે જાહેરમાં જુગાર રમી રહેલા કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, ચિરાગ કારુભાઈ ઢાંઢ, રસિક શામજીભાઈ અસવાર, તરૂણ જેંતીલાલ વિઠલાણી અને એક મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રૂા. 15,800 રોકડા તથા ત્રણ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 41,800 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
જ્યારે તાલુકાના ઠાકરશેરડી ગામેથી ડીવાયએસપી સ્ટાફ દ્વારા ગત સાંજે ચાર વાગ્યે જુગાર દરોડો પાડી, દેવા રાણા બથવાર, ખેતા મંગા મકવાણા, દિનેશ દેવશી મકવાણા, વીરા કાના બથવાર, માલદે પુંજા બથવાર, દાન ખીમા મકવાણા અને તેજા મંગા મકવાણા, નામના સાત શખ્સોને ઝડપી લઇ, કુલ રૂા. 13,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન કારુ દેવા બગડા, ધના રામા રાઠોડ, લાખા નથુ મકવાણા અને મનુ દેવશી રાઠોડ નામના ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે વાલ્મીકીવાસમાં પોલીસે જુગાર રમતા અમિત મગન વાઘેલા, દિલીપ જીવરાજ બારીયા, બચુ ભીખા બારીયા, મકન જીવા બારીયા અને સનિ ભોવાન જેઠવા નામના પાંચ શખ્સોને રૂા.2,820 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની ગૌશાળા પાછળથી પોલીસે પ્રભુદાસ નથુરામ ગોંડલિયા સહિત બે શખ્સોને રૂા.4,800 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી ગત સાંજે સ્થાનિક પોલીસે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ હરિભાઈ સિધ્ધપુર, અરજણ કાના ચૌહાણ, ચિરાગ અરવિંદ સિધ્ધપુરા, ચેતન રણછોડ સિધ્ધપુરા અને સુરેશ જમન કણજારીયા નામના પાંચ શખ્સોને રૂા.12,700 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામેથી ગત સાંજે પોલીસે બસિર જુસબ મંધરા, દિલીપ ઉમિયાશંકર મોખા, સોનબાઈ ઈકબાલ મામદ મંધરા, જીજુબેન અબ્દુલ શેખ, રહેમત હુસેન મંધરા અને મુસ્કાન સુલેમાન મંધરાને રૂા.11,540 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. આ દરોડા દરમિયાન રણજીતપુર નવાગામનો ભાવા આહીર નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ ઉપરાંત ભોગાત ગામેથી હેમત જેરામ આસોડીયા, વિશાલ પ્રવિણ દાવડા અને નુંઘા ધરણાત કંડોરીયા નામના ત્રણ શખ્સોને એક મંદિર પાસેથી પોલીસે જુગાર રમતા રૂા. 4,980 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત આ જ ગામેથી પોલીસે દિલીપ ધીરજ મકવાણા, નાનજી મગન માવદીયા, જીવા સિદા કરમુર, મોમૈયા લખુ માણેક અને દિનેશસિંહ પ્રતાપસંગ વાઢેર નામના પાંચ શખ્સોને રૂા. 14,780ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામેથી પોલીસે કારા ભીમા ઓડેદરા, વેજા કારા ઓડેદરા અને વેજા દુદા ગોરાણીયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, રૂા. 10,770 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાણવડથી આશરે 21 કિલોમીટર દૂર ધિંગેશ્ર્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે આવેલી ખાણમાં બેસીને જુગારની મોજ માણતા નવઘણ ભુરા રાણાવાયા, હિતેશ વજુભાઈ મકવાણા અને આરીફ આમદ ભટ્ટી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, પોલીસે રૂા. 20,170 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત ભાણવડના પ્રકાશનગર વિસ્તારમાંથી પોલીસે રાત્રે દોઢ વાગે જુગાર દરોડો પાડી, ખત્રી અજય ટપુ ઘેલા, આદિત્ય અજય ઘેલા, તરૂણ અરવિંદ ચુડાસમા, રાજેશ નારણ ગોહેલ, ભરત મેસૂર મેથાણીયા, કરીમશા ઉમરશા ફકીર, જેન્તી લખમણ પિપરોતર, હાર્દિક ભરતભાઈ કોટેચા, વિમલ બચુભાઈ પિસાવાડિયા, અનિલ શાંતિલાલ છાયા, કમલેશજતી પ્રવીણજતી ગોસ્વામી અને હરીશ ફોગાભાઈ સોરઠીયા નામના બાર શખ્સોને જુગાર રમતા રૂા.20,950 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. જ્યારે ભેનકવડ ગામેથી જુગાર રમતા આમદ ઉર્ફે ડાડો નુરમામદ હિંગોરા, તારમામદ ઈબ્રાહીમ હિંગોરા, જુમા મુસા હિંગોરા અને સાલેમામદ ઈશા હિંગોરા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, રૂા.10,160 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.