દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના આરંભડામાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11740 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખંભાળિયામાં ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.3060 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
પ્રથમ દરોડો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આવેલા આરંભડા સીમ વિસ્તારમાંથી રાત્રિના સમયે સ્થાનિક પોલીસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા ઈસ્માઈલ સુમાર ભીખલાણી, ભીખુ નુરમામદ ચાવડા, ઈન્દ્રીસ ભીખુભાઈ મુસ્લિમ, જાફર ઈસ્માઈલ બોલીમ અને બે મહિલા સહિત છ શખ્સોને કુલ રૂા.11,740 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બીજો દરોડો ખંભાળિયા શહેરથી આશરે બે કિલોમીટર દૂર કણજાર હોટલ પાસેના ઝુપડપટ્ટી વિસ્તારમાંથી પોલીસે બાલુ રજાકભાઈ કાપડી, ભીખુ રજાકભાઈ કાપડી, કિશન ભુપતભાઈ કાપડી અને કિશન રજાકભાઈ કાપડી નામના ચાર શખ્સોને ઝડપી લઈ, કુલ રૂા.3,060 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.