ધ્રોલ ગામમાં જાહેરમાં મોબાઈલ ફોનમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતાં ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.31,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના બેડી બંદર રોડ પરથી એકી-બેકીનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.13,300 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ખટીયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન 12,480ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
આ દરોડાની વિગત મુજબ, ધ્રોલમાં સોપારીવાળા બિલ્ડિંગની પાછળની બાજુમાં જાહેરમાં મોબાઇલ ફોન પર વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા વશરામભાઈ ઉર્ફે મેઘો કાનજીભાઈ વરુ, નરેશ ઉર્ફે છોટુ જેઠાભાઈ ચાવડા અને નરશે ઉર્ફે સોનુ કુશાલદાસ રાઠોડ નામના ત્રણ શખ્સોને રૂા.10,350 રોકડા, રૂા.21,500 ની કિંમતના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.31,850 નો મુદ્દામાલ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના બેડી બંદર રોડ પરથી ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી જૂગાર રમતા જુસબભાઈ યાકુબભાઈ માકોડા અને અબ્બાસ સુલેમાન સંઘાર નામના બે શખ્સોને રૂા.13,300 ની રોકડ સાથે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના ખટીયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા નિલેશ ચંદુભાઈ સોલંકી, મહેશ જશા કોઠીવાર, સંજય બચુભાઈ ચાવડા અને કેતન ઉર્ફે લાલો ચંદુભાઈ ચાવડા નામના ચાર શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.12480 તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલમાં મોબાઇલમાં વર્લીના આંકડા લખતા ત્રણ શખ્સો ઝડપાયા
રૂા.31,850 નો મુદ્દામાલ કબ્જે : જામનગરમાંથી એકી-બેકીનો જૂગાર રમતા બે શખ્સો ઝબ્બે : ખટીયામાંથી ચાર શખ્સો જૂગાર રમતા ઝડપાયા