Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપૂ. ધીરગુરૂદેવની ધર્મસભામાં આદત બદલો, સોબત સુધારો, દાનત બદલોની શીખ

પૂ. ધીરગુરૂદેવની ધર્મસભામાં આદત બદલો, સોબત સુધારો, દાનત બદલોની શીખ

- Advertisement -

સ્થાનકવાસી જૈન સંઘ-ધ્રોલના ઉપક્રમે સમસ્ત જૈન સમાજે નવનિર્મિત મન-મંજુલ આરાધના ભવન ખાતે જાણીતા જૈનમુનિ પૂ. ધીરગુરુદેવ અને સાધ્વીરત્ના પૂ. ગુણીબાઇ મ.સ. ઠાણા-5ના સ્વાગત સામૈયા બાદ નવકારશી યોજાઇ હતી. પ્રવચન પ્રારંભે મંડળના બહેનોએ સ્વાગત ગીત અને પ્રમુખ યોગેશ મહેતાએ સહુને આવકાર્યા બાદ પૂ. ગુરુદેવના ઉપકારની સ્મૃતિ તાજી કરાવી હતી. વર્તમાનમાં સ્થાનકવાસી ઉપાશ્રયનું નૂતનિકરણ કાર્ય ચાલુ છે. જે ગુરુદેવના વિઝનને આભારી છે.

- Advertisement -

ધર્મસભાને સંબોધતા પૂ. ગુરુદેવે જણાવેલ કે, જીવનને મધુર બનાવવા. પારિવારીક શાંતિ મેળવવા આદત બદલો, જીવન વ્યવહારમાં સોબત સુધારો, કોઇને પણ કલ્યાણ મિત્ર જરુર બનાવજો અને દાનત બદલો. સારા કાર્યની ભાવનામાં કચાશ રાખશો નહીં. રાજકોટ-વૈશાલીનગરમાં ગુરુદેવ પ્રેરિત મેડિકલ સેન્ટરમાં કાયમી વૈયાવચ્ચતિથિમાં એડવોકેટ યોગેશ મહેતાએ રૂા. 1,11,000નું દાન અર્પણ કરતાં ઉમંગ છવાયો હતો. જીવદયા કળશનો લાભ નયનાબેન યોગેશભાઇ મહેતા, નિશા વિશ્ર્વાસ મહેતાએ લીધો હતો. 24 તિર્થંકર નામાંકિત વોલ કલોક વનિતાબેન વસંતલાલ મહેતા પરિવાર તરફથી બંને ઉપાશ્રય અને બંને સંઘમાં ઘરલાણીમાં અર્પણ કરાઇ હતી.

- Advertisement -

જ્યારે ઠાણાંગસૂત્રની લોકાર્પણવિધિ ભાવેશભાઇ ગણાત્રાના હસ્તે કરવામાં આવી હતી. રાજકોટ મોટા સંઘના ઉપપ્રમુખ દિનેશ દોશી, સભ્ય મનિષ દેસાઇ તથા ટ્રસ્ટી વિશાલ શાહ, જામનગર જિલ્લા પંચાયતના કે.ડી. કરમુર વગેરેનું અભિવાદન કરાયું હતું. જ્ઞાનદાતા મનિષાબેન મહેતા, રાજકોટ મહિલા મંડળના મિતલ બાટવીયાનું ભવ્યા શેઠએ સન્માન કર્યું હતું. સૂત્ર સંચાલન નીતિન માંડલીયાએ કર્યું હતું. સવારે નવકારશી, બપોરે અને સાંજે સ્વામી વાત્સલ્ય યોજાયા હતાં. પૂ. ગુરુદેવ તા. 8ના જામનગર પધારશે. ત્યારબાદ લાલપુર થઇ જશાપર ચાતુર્માસ પ્રવેશ તા. 26ના યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular