Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂના વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા પરપ્રાંતિય ગુનેગારો દસ વર્ષે...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂના વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા પરપ્રાંતિય ગુનેગારો દસ વર્ષે ઝડપાયા

બે આરોપીઓને દબોચી લેતી એલસીબી પોલીસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા અને લંબા સમયથી ફરાર થઈ ગયેલા બે પરપ્રાંતિય શખ્સોને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ચોક્કસ બાતમી તેમજ વર્કઆઉટ દ્વારા ઝડપી લીધા હતા.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં દારૂ સંદર્ભના ગુના ઉપરાંત આ જ રીતના પોરબંદર અને મોરબી જિલ્લામાં વિવિધ ગુનાઓ જેની સાથે સામે નોંધાયા છે, તે રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર પંથકમાં રહેતા બાબુલાલ માનારામ તેજારામ કડવાસરા નામના 46 વર્ષના બિષ્નોઈ શખ્સ કે જે વર્ષ 2013 થી જુદા જુદા ગુનાઓમાં ફરાર હતો, આ નાસતા ફરતા આરોપી સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી પોલીસે ટેકનીકલ લેવલે તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી વર્કઆઉટ કરી, ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના સાંચોર ખાતેથી એલસીબી ટીમએ દોડી જઈને તેને ઝડપી લીધો હતો. વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય એક આરોપી એવા રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના રહીશ એવા રામકિશન ભગવાનરામ કોઝારામ ગોદરા નામના 43 વર્ષના બિષ્નોઈ શખ્સ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ મથકમાં વર્ષ 2013 માં દારૂ અંગેના ત્રણ ગુનાઓ નોંધાયા હતા. જેમાં તે ફરાર થઈ ગયો હતો. જેને એલસીબી પોલીસે લાંબી શોધખોળ બાદ દબોચી લીધો હતો. જેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.એસ. ચૌહાણ સાથે એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, મસરીભાઈ ભારવાડીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અરજણભાઈ મારુ, જયદેવસિંહ જાડેજા, કેશુરભાઈ ભાટિયા, બલભદ્રસિંહ ગોહિલ, સુનિલભાઈ કાંબરીયા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular