Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં બાલદિક્ષાર્થી બન્ને બાળકોના વરસીદાનનો વરઘોડો

છોટીકાશીમાં બાલદિક્ષાર્થી બન્ને બાળકોના વરસીદાનનો વરઘોડો

- Advertisement -

ગઇકાલે સાંજે ઓશવાળ સેન્ટરમાં 5000 દિવળાઓની સમુહમાં ભગવાનને આરતી કરવામાં આવી હતી. દિક્ષાર્થી બાળમુમુક્ષનું બહુમાન કરવામાં આવ્યું હતું. આજે જૈન દર્શક ઉપાશ્રય સંઘ દ્વારા પ.પૂ. આચાર્ય ભગવંત મનમોહનુરિશ્ર્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય ભગવંત હેમપ્રભસુરિશ્ર્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય ભગવંત જયર્ધસુરિશ્ર્વરજી મ.સા. આદિ ગુરૂ ભગવંતો તથા ગણીજી મહારાજ સાહેબોની નિશ્રામાં બાલદિક્ષાર્થીના વરસીદાનના વરઘોડા બાદ બહુમાન સમારંભ તથા નવકારશીનું આયોજન કરવામાં આવ્યું છે. મુમુક્ષુ મોક્ષ રાકેશભાઇ કોરડીયા તથા મુમુક્ષુ જૈનમ નિલેશભાઇ કરણિયાના સ્વયંયાત્રાના પ્રસ્થાન પ્રસંગે આજે સવારે 6:30 વાગ્યે વરસીદાનના વરઘોડા નિકળ્યો હતો.

- Advertisement -

આ વરસીદાનનો વરઘોડો રાધીકા કલાસીસ, કામદાર કોલોનીથી શરુ થઇ રિલાયન્સ પેટ્રોલ પંપ, શરુ સેકશન રોડ, જોગસ પાર્ક, પટેલ કોલોની શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, જુહારી વિકાસ ગૃહ રોડ ડીકેવી સર્કલ થઇ પેલેસ દેરાસરે પૂર્ણ થયો હતો. વરઘોડો પૂર્ણ થયા બાદ સંઘ તરફથી બંને બાલ દિક્ષાર્થી તથા જામનગરના સુશ્રાવક મુમુક્ષુ ઋષભ ચંદ્રકતભાઇ શાહ તથા તેમના પત્નિ રત્નકુક્ષીણી શ્રાવિકા મુમુક્ષ, હેમલબેન ઋષભભાઇ શાહનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત ભાવિકોની નવકારશીનું આયોજન જૈન દર્શક ઉપાશ્રક સંઘ (પેલેસ દેરાસર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ વરસીદાનના વરઘોડામાં ભગવાનને સોના-ચાંદીના વરખના રથમાં બિરાજમાન કરાવી શહેરના રાજમાર્ગો ઉપર પરિભ્રમણ કરાવ્યા હતાં. સાથે સાથે જામનગર શહેરના વિવિધ દેરાસરોની પેઢી હસ્તકના મહિલા મંડળોના બહેનોને ઊંટગાડીમાં વરઘોડામાં ‘જૈનમ્ જયતિ શાસનમ’ના નાદ સાથે જોવા મળ્યા હતાં. ઉપરાંત જૈન બેન્ડ પણ સામેલ કરાયું હતું. વરઘોડામાં સૌથી આગળ પુતળીઓની બગી હતી. શહેરના અલગ અલગ જૈન મંડળોના ભાઇઓએ સ્વયં સેવક બની વરઘોડામાં વ્યવસ્થા જાળવવા સેવા આપી હતી. આજે બપોરે 3 વાગ્યે ઓશવાળ સેન્ટરમાં બાળ દિક્ષા શું કામ ? તે વિષય પર મહાત્માઓ પ્રવચન ફરમાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular