ચેલા ગામમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં બે જુથ સામસામે આવી જતાં જપાજપીમાં એક યુવકના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતાં. આ અંગે બંન્ને પક્ષોએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના ચેલા ગામમાં આમલી પાળો વિસ્તારમાં ગઇકાલે શનિવારે સવારે સામાન્ય બોલાચાલીમાં બે જૂથ સામસામે આવી જતાં જપાજપી થઇ હતી. જેમાં જપાજપી દરમ્યાન એક યુવકના કપડાં ફાટી ગયા હતાં. જે બાદ બંન્ને પક્ષોએ પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાવી હતી. જેમાં જીતેન્દ્રભાઇ વસંતલાલ કણજારીયા(ઉ.વ.38)એ ઉદયસિંહ પ્રવિણસિંહ ભટ્ટી, હિતેન્દ્ર ભાવસિંહ ભટ્ટી, વિશ્ર્વરાજ નવલસિંહ, મયુરસિંહ પ્રવિણસિંહ અને હર્ષિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષના ઉદયસિંહ પ્રવિણસિંહ ભટ્ટી(ઉ.વ.49)એ જીતેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇના પત્નિ, રતિભાઇ અને જીતેન્દ્રભાઇના નાનાભાઇ સામે ફરિયાદ નોંભાવી હતી. પોલીસે બંન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.