જામનગરમાં રહેતાં પ્રદિપસિંહ મંગલસિંહ જાડેજા પાસેથી જામનગરના ધનજીભાઈ ગોવિંદભાઈ પરમારએ રૂા.9,75,000 હાથ ઉછીના લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે ધનજીભાઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનો રૂા.9,75,000 નો ચેક આપ્યો હતો. જે ચેક પ્રદિપસિંહ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા ઓનનિંગ બેલેન્સ ઈનસફીશિયંટના શેરા સાથે પરત ફર્યો હતો. તેથી પ્રદિપસિંહ દ્વારા વકીલ મારફત નોટિસ આપી હતી. તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા પ્રદિપસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ ડી.બી. જોશીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી ધનજીભાઈ ગોવિંદભાઈ પરમારને છ માસની સાદી કેદની સજા તથા ફરિયાદીને રૂા.9,75,000 વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. વળતર ચૂકવવામાં કશુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, મનિલાલ કાલસરિયા, જયદીપસિંહ જાડેજા, એચ.એમ. ધામેલિયા, ગૌરાંગભાઈ મુંજપરા રોકાયા હતાં.