દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડમાં રોડનું કામ ચાલુ હોય મગફળીથી ભરેલો આઇસર ટ્રક નદીમાં ખાબકયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
આ અંગેની વિગત મુજબ ભાણવડમાં બાયપાસ રોડનું કામ ચાલુ હોય રણજીત પરા વિસ્તારમાં ડાયવર્ઝન હોય અહીંથી મગફળી ભરેલ આઇસર ટ્રક પસાર થતાં નદીમાં ખાબકયો હતો. ડ્રાઇવર અને કલિનરનો બચાવ થતાં સદનસીબે જાનહાની ટળી હતી.