Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતઅંકલેશ્વરમાં સબ રજીસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયા

અંકલેશ્વરમાં સબ રજીસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયા

દસ્તાવેજમાં સહી કરવા રૂા.12,000ની લાંચ માંગી : 8,000ની લાંચનું એસીબી દ્વારા છટકું

- Advertisement -

- Advertisement -

ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર તાલુકાની સબરજીસ્ટ્રાર કચેરીમાં સબ રજીસ્ટ્રારએ દસ્તાવેજમાં સહી કરી આપવા અંગે રૂા.8000 લાંચ લેતાં નર્મદા એસીબીની ટીમે છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધાં હતાં.

આ અંગેની વિગત મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં પ્રતાપભાઇ જેસિંગભાઇ રથવીએ જાગૃત નાગરિક પાસેથી દરસ્તાવેજમાં સહી કરી આપવા રૂા.12,000ની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂા.8000 લાંચ આપવાનું નકકી થયું હતું. આ લાંચ મામલે જાગૃત નાગરિકે વડોદરા મદદનીસ નિયામક એસ.એસ.ગઠવીને ફરિયાદ કરી હતી.

ત્યારબાદ નર્મદા એસીબી પીઆઇ બી.ડી.રાઠવા તથા સ્ટાફે આજે છટકું ગોઠવીને સબ રજીસ્ટ્રારની કચેરીમાંથી પ્રતાપભાઇને રૂા.8,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular