અકસ્માત ઇજાના એક કેસમાં હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રાયલ કોર્ટે ઇજાગ્રસ્તને વળતર પેટે રૂા. 5 લાખ ચૂકવવા હુકમ કરેલો પરંતુ હાઇકોર્ટે અરજદાર ભવિષ્યમાં લગ્ન નહીં કરી શકે તે સહિતની દલીલો ઘ્યાને લઇ હાઇકોર્ટે વળતર વધારીને રૂા. 30 લાખ કરી દીધું હતું.
તા. 29-07-2007ના રોજ મોરબી શહેરમાં 5 વર્ષનો બાળક જય અરવિંદ નવેરા પોતાના દાદી સાથે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે મેટાડોર નંબર જીજે3-વાય-9114એ બાળકને હડફેટે લેતાં બાળકને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી. બાળકને પેરાપ્લેજીયાનું નિદાન થયું હતું. પોતાના સામાન્ય વ્યવહારો કે રોજિંદી જિંદગીમાં તે પોતાની જાતે પોતાની ક્રિયાઓ કરવા અસમર્થ હોવાનું ડો. હિરેન કોઠારીએ જણાવ્યું હતું.
ત્યારે એડવોકેટ એ. ટી. જાડેજા મારફત મોટર એક્સિડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ મોરબીમાં વળતર અરજી દાખલ કરતાં રૂા. 5,07,500 તે 7.5 ટકાના વ્યાજ સાથે મંજૂર કરેલ અને અરજાક્ષદરની માસિક નરિયલ આવક માત્ર રૂા. 1500 ક્ધસીડર કરેલ અને માનસિક અને શારીરિક ત્રાસના માત્ર રૂપિયા 50,000 મંજૂર કરેલી. જેથી અરજદારે હાઇકોર્ટ સમક્ષ ફર્સ્ટ અપીલ દાખલ કરેલી. અરજદારના એડવોકેટ પી. આર. દેસાઇએ દલીલ કરેલ કે, અરજદારની માસિક આવક રૂા. 2800 ક્ધસીડર કરવી જોઇએ. ભલે બાળક કમાતો ન હોય અરજદારની ભવિષ્યની પ્રોસ્પેક્ટિવ આવક 40% ક્ધસીડર કરવી જોઇએ અને લાઇફટાઇમ એટેન્ડેન્ટની રકમ તથા ફ્યુચર મેડિકલ ખર્ચની રકમ પણ મંજૂર કરવી જોઇએ. અરજદાર ભવિષ્યમાં લગ્ન નહીં કરી શકે તે કારણસર લોસ ઓફ મેરેજ પ્રોસ્પેક્ટની રકમ પણ મંજૂર કરવી જોઇએ.
રજૂઆત ધ્યાનમાં રાખી ઉપરોક્ત અપીલમાં વળતરની કુલ રકમ રૂા. 30,73,220 મંજૂર કરેલ અને ચૂકવાઇ ગયેલ રકમ બાદ કરતાં અરજદારને વળતરની વધારાની રકમ કુલ રૂા. 25,65,720 તે સાડા સાત ટકાના વ્યાજ સાથે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ મોરબીમાં જમા કરવાનો ગુજરાત હાઇકોર્ટએ હુકમ કરેલ છે. આ અપીલમાં અરજદાર વત્તી સિનિયર એડવોકેટ પી. આર. દેસાઇ, હેમલ નવિનભાઇ શાહ અને મોટર એક્સિડેન્ટ ટ્રીબ્યુનલ ક્લેઇમ ટ્રીબ્યુનલ મોરબી સમક્ષ એ. ટી. જાડેજા રોકાયેલા હતા.


