પશ્ચિમ રેલ્વે દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પરથી કુલ 12 ટ્રેનોને રદ્દ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓપરેશનલ કારણોસર, પશ્ચિમ રેલવેની કેટલીક વિશેષ ટ્રેનો શિયાળાની ઋતુ એટલે કે 01/12/2021 થી 28/02/2022 સુધી રદ રહેશે.
શિયાળાની ઋતુમાં ટ્રેનોને અવરજવર માટે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયમાં યાત્રિકો ક્યાય ફરવા જઇ રહ્યા હોય તો કેન્સલ થયેલી ટ્રેનોનું લીસ્ટ જોઈ લે.
05068 બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર વીકલી સ્પેશિયલ 3 ડિસેમ્બર, 2021થી 25 ફેબ્રુઆરી, 2022 સુધી દર શુક્રવારે રદ રહેશે.
05067 ગોરખપુરથી બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ 1 ડિસેમ્બર, 2021 થી 23 ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
09017 બાંદ્રા ટર્મિનસથી હરિદ્વાર વીકલી સ્પેશિયલ 1 ડિસેમ્બર, 2021 થી 23 ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
09018 હરિદ્વારથી બાંદ્રા ટર્મિનસ ચાલતી વીકલી સ્પેશિયલ 2 ડિસેમ્બર, 2021થી 24 ફેબ્રુઆરી, 2022 સુધી દર ગુરુવારે રદ રહેશે.
09403 અમદાવાદથી સુલતાનપુર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 7 ડિસેમ્બર, 2021થી 22 ફેબ્રુઆરી, 2022 સુધી દર મંગળવારે રદ રહેશે.
09404 સુલતાનપુરથી અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 8મી ડિસેમ્બર, 2021થી 23મી ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
09407 અમદાવાદથી વારાણસી સાપ્તાહિક વિશેષ ટ્રેન 2 ડિસેમ્બર 2021થી 24 ફેબ્રુઆરી 2022 સુધી દર ગુરુવારે રદ રહેશે.
09408 વારાણસીથી અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 4 ડિસેમ્બર, 2021થી 26 ફેબ્રુઆરી, 2022 સુધી દર શનિવારે રદ રહેશે.
09111 વલસાડથી હરિદ્વાર વીકલી સ્પેશ્યલ પણ 7 ડિસેમ્બર 2021થી 22 ફેબ્રુઆરી 2022 સુધી મંગળવારે રદ રહેશે.
09112 હરિદ્વારથી વલસાડ વીકલી સ્પેશ્યલ 8 ડિસેમ્બર 2021થી 23 ફેબ્રુઆરી 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
04309 ઉજ્જૈનથી દહેરાદૂન દ્વિ-સાપ્તાહિક વિશેષ 2 ડિસેમ્બર, 2021થી 24 ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવાર અને ગુરુવારે રદ રહેશે.