ગુજરાતના નાગરિકો માટે મહત્વના સમાચાર ગુજરાતમાં પાસપોર્ટ કઢાવવા ઈચ્છતા નાગરિકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. પાસપોર્ટ વેરિફીકેશનની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં અરજદારોએ વેરિફીકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.
આ પરિપત્ર મુજબ નવો પાસપોર્ટ કઢાવવા તેમજ જુનો રીન્યુ કરવા માટે પોલીસ વેરિફીકેશનની પ્રક્રિયા સહેલી બનાવાઇ છે. અરજદારોએ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરૂરિયાત રહેતી નથી અને પોલીસ પણ અરજદારના ઘરે આવશે નહીં. તેમજ પાસપોર્ટ અરજદારોની નાગરિકતા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે. સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી. પોલીસ જરૂર પડશે તેવા કિસ્સામાં જ અરજદારના રહેણાંકની મુલાકાત લેશે આમ હવે ગુજરાતમાં પાસપોર્ટ વેરિફીકેશન માટેની પ્રક્રિયા સહેલી બની ગઈ છે.