- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની એક બેઠક ગત સાંજે અહીંની જિલ્લા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. અહીંના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી તથા નિવાસી અધિક કલેકટર કે.એમ. જાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પોલીસ સલાહકાર સમિતિ આ બેઠકમાં મહત્ત્વના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ખાસ કરીને શહેરમાં ટ્રાફિકને લગતા વિવિધ પ્રશ્નોની મહત્વની ચર્ચાઓ તથા મહિલા લક્ષી કામગીરી અંગેની માહિતી ડીવાયએસપી ગોસ્વામીએ આપી હતી. પોલીસ સલાહકાર સમિતિના સભ્ય અને સિનિયર પત્રકાર કુંજન રાડિયા દ્વારા ટ્રાફિક નિયમન તથા જરૂરી બંદોબસ્ત બાબતે રજૂ કરવામાં આવેલા મહત્વના મુદ્દાઓ અંગેની નોંધ કરી, આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવશે તેવી ખાતરી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
આ ઉપરાંત સાથે થયેલા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય વિજયભાઈ કટારીયા, જી.આર.ડી. ના કરસનભાઈ રાવલીયા, મહિલા સામાજિક કાર્યકર મનિષાબેન ત્રિવેદી અને ઉષાબેન બોડાની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીએ એસ. ટીમ, ડોગ સ્કોડ, સહિતના પ્રજાકીય પગલાઓ તથા પ્રવૃતિઓ બાબતે પ્રાથમિક માહિતી આપી હતી.
- Advertisement -