જીએસઈબીના જણાવ્યા મુજબ ધો.10મા બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધો.11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-એ, ગ્રુપ-બી તેમજ ગ્રુપ – એ બી અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકાશે. બોર્ડના જણાવ્યા મુજબ જેને બેઝિક ગણિત રાખેલું હશે તેને વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ માટે યોગ્યતા ચકાસીને પ્રવેશ મેળવી શકાશે. જેનો અમલ 2024-2025 ના શૈક્ષણિક સત્રથી જ થશે.
પહેલાં જો વિદ્યાર્થી ધો.10 માં સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરે તો તેઓ 11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા જ્યારે હવેથી ધો.10માં બેઝિક અથવા સ્ટાન્ડર્ડ ગણિત વિષય સાથે પાસ થનારને ત્રણ વિકલ્પો અપાયા છે. જેમાં તેઓ ધો.11 માં વિજ્ઞાન પ્રવાહ, ગ્રુપ એ, ગ્રુપ બી અથવા ગ્રુપ એ-બી માં અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.