1 ઓકટોબરથી એટલે કે આજથી દેશમાં ઘણા ફેરફાર થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જે લોકો ઇન્કમટેક્સ ભરે છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ નહિ કરી શકે. આ સિવાય આજથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
આજથી ઇન્કમટેક્સ ભરતા લોકો અટલ પેન્શનના લાભ નહિ લઇ શકે. હાલના નિયમ અનુસાર 18 વર્ષથી 40 વર્ષ સુધીના ઇન્કમટેક્સ ભરતા કે ન ભરતા કોઇપણ ભારતીય વ્યક્તિ રોકાણ કરે છે. આ યોજના હેઠળ દર મહિને 5 હજાર સુધીનું પેન્શન આપવામાં આવે છે.
1 ઓકટોબરથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ આવ્યા બાદ વેપારી, પેમેન્ટ એગ્રિગેટર અને પેમેન્ટ ગેટ વે ગ્રાહકોની કાર્ડની કોઇપણ જાણકારી સ્ટોર નહિ કરી શકે. ટોકનાઇઝેશન સિસ્ટમનો ઉદ્દેશ ઓનલાઇન બેંકિંગ ફ્રોડને રોકવાનો છે.
1 ઓકટોબરથી એટલે કે આજથી દેશમાં ઘણા ફેરફાર થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જે લોકો ઇન્કમટેક્સ ભરે છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ નહિ કરી શકે. આ સિવાય આજથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
1 ઓકટોબરથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોને નોમિનેશન ડિટેઇલ આપવી પડશે. જો નોમિનેશન ડિટેઇલ નથી આપે તો એક ડિક્લરેશન ભરવું પડશે, ડિક્લરેશનમાં નોમિનેશનની સુવિધા ન લેવાની જાણ કરવી પડશે.
એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ રોકાણકારની જરૂરિયાત મુજબ ફિઝિકલ અથવા ઓનલાઈન મોડમાં નોમિનેશન ફોર્મ અથવા ડિક્લરેશન ફોર્મનો વિકલ્પ આપવો પડશે. ફિઝિકલ વિકલ્પ હેઠળ ફોર્મમાં રોકાણકારની સહી હશે, જ્યારે ઓનલાઈન ફોર્મમાં રોકાણકાર ઈ-સાઇન સુવિધાનો ઉપયોગ કરી શકશે.
સરકારે પોસ્ટ ઓફિસની ઘણી નાની બચત યોજનાઓ પર વ્યાજમાં વધારો કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજદર 5.5%થી વધારીને 5.7% કરવામાં આવ્યો છે. 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજદર 5.5%થી વધારીને 5.8% કરવામાં આવ્યો છે.
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદર હવે 7.4%થી વધીને 7.6% થઈ ગયો છે. એ જ સમયે માસિક આવક ખાતા યોજનામાં હવે 6.6%ને બદલે 6.7% વાર્ષિક વ્યાજ મળશે. આ સિવાય કિસાન વિકાસપત્ર પર વ્યાજદર 6.9%થી વધીને 7.0% થયો છે.
ડિમેટ એકાઉન્ટહોલ્ડરોએ 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન પૂરૂં કરવું પડશે. એ પછી જ તમે તમારા ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઇન કરી શકશો. જો તમે આ નથી કરતાં તો તમે 1 ઓક્ટોબરથી ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઈન કરી શકશો નહીં. NSE અનુસાર, સભ્યોએ તેમના ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઇન કરવા માટે બાયોમેટ્રિક ફેક્ટરનો ઉપયોગ ઓથેન્ટિકેશન તરીકે કરવો પડશે. બીજું ઓથેન્ટિકેશન ’નોલેજ ફેક્ટર’ હોઈ શકે છે, જેમાં પાસવર્ડ, PIN અથવા કોઈપણ ફેક્ટર હોઈ શકે છે.