ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા 2022 ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણી અંગેની આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેને લઇ જામનગરમાં તંત્ર દ્વારા ચૂંટણી આચારસંહિતાની અમલવારીનો પ્રારંભ થઇ ચૂકયો છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ, લાલબંગલા સહિતના શહેરના વિવિધ માર્ગો પરથી સરકારી જાહેરાતોના પોસ્ટરો, બેનરો તથા રાજકીય બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિવિધ ટૂકડીઓ સાથે રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ ઉતારવા કાર્યવાહી હાથ ધરી હતી.