જામનગર-દરેડ-લાલપુર રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીકના વિસ્તારમાં ગેરકાયદેસર બાટલાનું રીફીલીંગ કરાતા સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન 10 બાટલાઓ સાથે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ નજીક લાલપુર રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસેની શેરીમાં બાટલામાં ગેરકાયદેસર રીફીલીંગ કરાતું હોવાની ચંદ્રસિંહ જાડેજા, રાજેશ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલા, હર્ષદ ડોરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરાતા સ્થળેથી રૂા.14000 ની કિંમતના 10 ખાલી તથા ભરેલા બાટલાઓ, લોખંડનું પાનુ અને નીપલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી મયુરસિંહ ભરતસિંહ ભટ્ટી (રહે. ચેલા) નામના શખ્સની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


