Monday, December 29, 2025
Homeરાજ્યજામનગરજામનગરના સરમત તથા લાલપુરના પડાણા પાસેથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ - VIDEO

જામનગરના સરમત તથા લાલપુરના પડાણા પાસેથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ – VIDEO

ટ્રેકટરો, ડમ્પરો સહિત 1 કરોડનો મુદામાલ કબ્જે કરાયો

જામનગરના સરમત ગામની સીમ વિસ્તારમાંથી ભુસ્તર શાખા દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી ઝડપી લીધી હતી. અને એસ્કવેટ મશીન અને બે ટ્રેકટર સહિત કુલ રૂા. 1 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.


આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સરમત ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હાર્ડમોરમ/બ્લેકટ્રેપ ખનીજનું ખોદકામ કરાતુ હોવાની બાતમીના આધારે જામનગર ભુસ્તર શાસ્ત્રીની સુચનાથી ભાવેશભાઇ, નૈતીકભાઇ, રજનીકાંતભાઇ, નીખીલભાઇ, રમેશભાઇ અને આનંદભાઇ સહિતની ટીમ દ્વારા રેઇડ દરમિયાન યાસીનભાઇની માલીકીનું જીજે10 વાય 7442 નંબરનું એસ્કવેટ તથા રાજકભાઇની માલીકીનું જીજે10 બીજે 7806 નંબરનું ટ્રેકટર તથા જીજે10 બીઆર 0758 નંબરનું ટ્રેકટર સીઝ કરી નજીક આવેલ મેહુલ સ્ટોન કર્શર ખાતે કસ્ટડી સોપી હતી.
- Advertisement -


આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણા પાટીયા પાસે પણ ચેકીંગ હાથ ધરતા ક્રિષ્ના લોજીસ્ટીકની માલીકીના જીજે10 ટીવાય 3260 નંબરનું ડમ્પર તથા કિશનભાઇ ઓડીચની માલીકીનું જીજે03 બીડબલ્યુ 9405 નંબરનું ડમ્પર રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ઝડપાયું હતું. આમ કુલ 1 કરોડ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular